આસામમાં શિવસેનાના બળવાખોર ધારાસભ્યોનું ગ્રુપ ફોટો સેશન કરાવીને એકનાથ શિંદેએ ગુવાહાટીમાં શક્તિ પ્રદર્શન કર્યું છે. બીજી તરફ ભાજપ નેતા કિરીટ સોમૈયાએ બોમ્બે હાઈકોર્ટના દ્વાર ખટખટાવ્યા છે. તેમણે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સાથે સંકળાયેલા સંપત્તિના વિરુદ્ધ જાહેર હિતની અરજી કરી છે. જેમાં તેમની સંપત્તિની તપાસની માંગ કરવામાં આવી છે.